સર્વે / કોરોના વેક્સીનનો ડોઝ લેવા કેટલા લોકો છે તૈયાર ? સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા જવાબ

 


કોરોના વાયરસ સામે લડવા માટે હવે રસીને ઉપયોગ શરુ કરી દેવામાં આવ્યો છે ત્યારે ઘણા બધા લોકોમાં વેકસિનને લઈને આશંકા જોવા મળી રહી છે.

  • અમેરિકા અને બ્રીટનમાં લોકોની રસી આપવાની શરૂઆત 
  • વેક્સિન લઈને હજુ પણ લોકોના મનમાં ખચકાટ 
  • વેકસિનથી થતી સાઈડ ઈફેક્ટને લઈને લોકોમાં આશંકા
 *  કોરોનાની વેકસિન મુદે કરાયો સર્વે 

કોરોના વાયરસના કહેરની વચ્ચે હવે દુનિયામાં કોરોના વાયરસની વેકસિનનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે.બ્રિટન અને અમેરિકામાં યુધ્ધ સ્તર પર રસીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે વિશ્વને આ વેક્સિનથી એક આશા જાગી છે કે હવે મહામારી લોકોને મુકિત મળશે, માનવામાં આવી રહ્યું હતું કે લોકો પણ વાયરસની રસીની રાહ જોઈ રહ્યા છે. પરંતુ સર્વેમાં તો ચોંકાવનારા સામે આવી રહ્યા છે, ૫૦ ટકા લોકો જ સામેથી રસી લેવા માટે તૈયાર થઈ રહ્યા છે.

*   અડધોઅડધ લોકોને નથી લેવી રસી 

અમેરિકાની વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સીટી ના યુવાનો પર એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં કોરોના વાયરસની રસી વિશે સવાલ કરવામાં આવ્યા હતા જેમાં ૫૦ ટકા લોકોએ ના જવાબ આપ્યો અથવા તો સવાલ જ ટાળવાનો પ્રયત્ન કર્યો.

*  જુઓ લોકોએ શું જવાબ આપ્યો 

સર્વે અનુસાર જયારે લોકોને પૂછવામાં આવ્યું કે શું ટે રસી  લેશે તો ૧૮ ટકા લોકોએ કોઈ સીધો જવાબ ન આપ્યો જયારે ૨૨ ટકા લોકોએ સીધી જ ના પાડી દીધી. અને જયારે એમ પૂછવામાં આવ્યું કે ઈમરજન્સીમાં જે રસીને મંજુરી મળી છે તે તમે લેશો કે નહીં તો તેમાં ૫૩.૧ ટકા લોકોએ ના / કદાચ ના માં જવાબ આપ્યો.

* વૃધ્દ્ર ોને રસી સામે વધારે વાંધો

સર્વેમાં સામે આવ્યું છે કે લોકોમાં ઈમરજન્સીની સ્થિતિમાં મળેલી મંજૂરીને લઈને ભય છે અને વેક્સિનની સાઈડ ઈફેક્ટને લઈને પણ લોકોમાં આશંકા જોવા મળી રહી છે. આ સિવાય સર્વેમાં અન્ય એક વાત સામે આવી છે કે યુવાનોને રસી લેવામાં કોઈ જ તકલીફ નથી પરંતુ વૃધ્દ્રએ રસી લેવા સામે તકલીફ જાહેર કરી છે. અમેરિકા સિવાય અન્ય પણ ઘણા દેશોમાં આ ક દ્રેન્ત જોવા મળી રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકો ઉતાવળમાં રસી લેવા માંગતા નથી.

નોંધનીય છે કે વાયરસના કારણે આશરે એક વર્ષથી વિશ્વભરમાં કાળો કહેર જોવા મળી રહ્યો છે અને એવામાં તાત્કાલિક ધોરણે હવે રસી આપવાનું કામ શરુ કરવામાં આવ્યું છે ત્યારે રસીના કારણે રસી લેવામાં એક ખચકાટ જોવા મળી રહ્યો છે. 

Comments