મેલેરિયા મગજ પર કેવી અસર કરે છે? ભારતીય સહીત વૈજ્ઞાનિકોની ટીમે ભેદ ઉકેલ્યો
- આ ઘાતકી બીમારી બાળકો અને પુખ્ત વ્યક્તિઓમાં કેવો પ્રભાવ પાડે છે, તેનું સંશોધન પૂર્ણ
- ગુજરી ગયેલા અને બચી ગયેલાઓના મગજને એમઆરઆઈ ફોટોની મદદની અભ્યાસ કર્યો હતો
મેલેરિયા વ્યક્તિના મગજ પર કેવી રીતે અસર કરે છે તેવા એક સો વર્ષના રહસ્યને કોઈ ઉકેલી શક્યો નહતો પરંતુ ભારતીય વૈજ્ઞાનિકના નેતૃત્વ હેઠળની સેન્ટર ફોર સ્ટડી ઓફ કોમ્પલેક્ષ મેલેરિયા, ઓડીશા સહિતની એક ટીમે ઉકેલી લીધો હતો. તેમને મગજના ફોટોની ટેકનિકની મદદથી આ રહસ્ય ઉકેલ્યો હતો. સંશોધકો અનુસાર,સેરેબ્રેલ મેલેરિયા ખુબ જ જીવલેણ હોય છે.
તેમાં રહેલા પ્લાસમોડીયમફાલ્સીપારમ મચ્છર દ્વારા વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરી ચેપ ફેલાવે છે.
આવી બીમારી ધરાવતા લોકો પૈકીના પાંચ જણા સારવાર લીધા પછી પણ ગુજરી જાય છે. પરંતુ બચી ગયેલાઓમાં ન્યુરોકોગનીટીવ અસર રહે છે. મગજ પર મલેરિયાની અસરના રહસ્યે વૈજ્ઞાનિકોને એક સો વર્ષથી મૂંઝવણમાં મુક્યા હતા. બુધવારે એક સામયીકમાં પ્રસિધ્ધ થયેલા સંશોધનના અંશોમાં જણાવવામાં આવ્યું હતું કે તેમણે અભ્યાસમાં આધુનિક એમઆરઆઈ સ્કેનથી ગુજરી ગયેલા વિવિધ વયના લોકો સાથે બચી ગયેલાઓના મગજમાં કેવા ફેરફાર થયા છે તેની સરખામણી કરી હતી.
'સેરેબ્રેલ મેલેરિયાની પેથોલોજીને સમજવામાં વૈજ્ઞાનિકોએ વર્ષો સુધી ઓટોપ્સી પર આધાર રાખ્યો હતો, પરંતુ આનાથી તમે બચી ગયેલા અને ગુજરી ગયેલા વચ્ચે સરખામણી કરી શકતા નથી' એમ સંશોધનના સહ લેખક લંડન સ્કુલ ઓફ હાઈજીન એન્ડ ડ્રોપીકલ મેડિસીન, યુકેના સેમ વસમેરે કહ્યું હતું. 'જીવંત મગજના સ્નેપશોટ જોવા ન્યુરોઈમેજીગ ટેકનિકનો ઉપયોગ કરીને અને પુખ્ત વયની વ્યક્તિના મોતનું ચોકકસ કારણ ઓળખી શક્યા હતા 'એમ વાસામેરે કહ્યું હતું.
સંશોધનમાં વૈજ્ઞાનિકોએ રાઉરકેલાની ઇસ્પાત જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સેરેબ્રેલ મેલેરિયા ધરાવતા ૬૫ અને સાધારણ તેમજ નિયંત્રિત મેલેરિયા ધરાવતા ૨૬ દર્દીઓને ચકાસ્યા હતા. તેમને જાણવા મળ્યું હતું કે વ્યક્તિની ઉમર વધતા મગજનો સોજો ઘટતો જાય છે.

Comments
Post a Comment